Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તપન જલન
ભાગ :૨
તે સુલી ને ખૂબ ચાહતો હતો. તેને થયેલા અસાધ્ય રોગની કોઈ દવા નહોતી એમ ડોક્ટરે કહ્યુ ,તેથી સુલીને એમજ મૂકી ચાલી નિકળ્યોહતો.માતા પિતા નો એક માત્ર પુત્ર હતો, કોલેજ માં બન્ને મળ્યા હતા, સાથે હરતા,ફરતા ને ખાતા પીતા હતા. લોકો તેમને જોઈ રહેતા ને ઈર્ષા પણ કરતા.જીવન નાં દરેક સુખની કલ્પના તો કરી ચૂક્યા હતા,ફક્ત પૂર્ણ કરવાની બાકી હતી. બસ ઘૂંટર ઘૂં ઘૂંટર ઘૂં કરતા પારેવડાં ને
માળો જ બાંધવાનો હતો ને સળીઓ એકઠી કરતું એક પારેવડું અચાનક જ ઉડી ગયું .ક્યાં એ સમજાય એ પહેલાં તો સળીઓ વિખરાય ગઈ.સુલી રાહ જોતી હતી એક મહિના ને દસ દિવસ ઉપર હવે તો એ નહિ આવે તો મારે આ પેટને કેવી રીતે છુપાવવું..એ મુંઝવણમાં બીજા દસ દિવસ પસાર કર્યા. હવે તો નહિ જ
રહેવાય કરી ગામને છોડી અહિ આવી પહોંચી હતી.
બીજા દિવસની સવારથી ઉઠી તે વિચારી રહી કામ તો શોધવું રહ્યું . પરવારી બહાર નિકળી,ગામ સ્વચ્છ ને સુઘડ હતું.બહાર થી કંઈક લેવુ હતું ,મંદિરના ધંટારવ તેને ખેંચી રહ્યા હતા.તે પગથિયા ચઢી ઉપર આવી તો બધા કોઇ એક સ્ત્રીના પગ પાસે બેઠા હતા.
તેની નજર તે સ્ત્રી પર ગઈ તો કાલે રાત્રે જેની સાથે મુલાકાત થઈ હતી તે જ સ્ત્રી...તે સામે આવી નમસ્કાર કર્યા અને બેસી ગઈ.બધા તેને બહેન કહેતા હતા ,તેણે પણ બહેન કહી આંખોમાં કૃતજ્ઞતા સાથે આભાર માન્યો.મૂક મન બન્ને ના કોઈ પવિત્રતાના સાક્ષી હોય તેમ મન પ્રફૂલ્લિત થયા.તેનુ નામ પૂછ્યુ તો તેણે જે સત્ય હતું તેજ કહી દીધુ” સુલેખા “ને તે પ્રશ્નાર્થ
ભરી નજરે જોતી રહી.તેમણે આવકારી એક પુત્રી ને જે આવકારો મળે તે લાગણી થી.નોકરી ની તલાસમાં
તે અહીં આવી છે એ જાણ્યા પછી તેમણે તેને પોતાના
મહેલ જેવા ઘરમાં મળી જવા કહ્યું. સાંજે ચાર વાગે એ
ત્યાં પહોંચી ખરેખર ઘર મહેલ જ હતો,ત્યાં તેની મુલાકાત વ્હીલચેર પર બેઠેલ હરગોવિંદભાઈ ની સાથે થઈ.
તેમણે કહ્યું બહેન આવે છે બેસો. તે સંકોચાતી સોફા પર બેઠી જે હતા મૂલ્યવાન પણ સાદગી પૂરા ઘરમાં છલકાતી હતી.ચારે બાજુ મોટા મોટા સુંદર પેઈન્ટિંગ હતા ને ગાલીચા પણ સાફ સ્વચ્છને સુંદર. દિવાનખાનું શોભતું હતું .બહેન કદાચ નામ નું વિસર્જન જ થઈ ગયું હશે.વરસોથી એજ નામ સાંભળી તેઓનું નામ કાગળો પર જ રહી ગયું હશે.અચાનક એક આક્રંદ ને પછી હસવાનો અવાજ સંભળાયો.હતો તો એક પુરૂષનો અવાજ! ત્યાંતો બહેન સામેથી આવતા દેખાયા. સાથે એક બીજી સ્ત્રી હતી જે ગભરાયેલી અને ઘ્રુજતી હતી.
બહેને એને અંદર જવા કહી સુલેખાને બેસવા કહ્યું .
તેની ફાઈલ જોય ને હસ્યા કે મારે તો તારા આ સર્ટિફિકેટ નહિ પણ એક એવા વ્યક્તિ ને સાચવવાની
નોકરી આપવી છે જે તું એને જોઈ હા કે ના કહી સકે છે. ધીરે રહી તેઓ તેને નિકળ્યા હતા ઓરડા તરફ હળવા પગલે લઈ ગયા.ત્યાં એક પુરુષ પલંગ પર બેઠો હતો,બેન ને આવેલા જોઈ તાળી વગાડવા લાગ્યો..! તેના ઓરડાનું વાતાવરણ તેની પ્રકૃતિ કરતા
ભિન્ન હતું .બેનનો તે પ્રથમ પુત્ર હતો.ઓરડામાં વિભિન્ન
પુસ્તકો થી કબાટો ભરેલા હતા.પુત્ર ઉમ્મર કરતા નાના
બાળક જેવો હતો નામ હતું સુજાણ . સુલેખા વિચાર માં
પડી ..કેવી રીતે હા પાડુ? પણ નોકરી નહિ હોય તો પેટમાં ઉછરતા નું શું ?તેણે વિચાર્યું હવે બહેન ને સત્ય
કહી ને જ નોકરી લેવી.

Gujarati Story by Jayshree Patel : 111220316
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now