હવે તમને જોવાનો કોઈ અર્થ નથી,
મને સમજી શકે એવું તમારું દિલ નથી.
તમે મને તરછોડ્યા કરો અને હું,
તમને ચાહ્યા કરું એ વાત હવે મને મંજુર નથી.
આખો રડી, દિલ રડ્યું,
હવે આંસુ સરવાનો કોઈ અર્થ નથી.
ભલે હું હાર્યોને તમે જીત્યા પણ,
મારી હાર જેવો દમ તમારી જીતમાં નથી.
તમને પામી શકું એવી કોઈ રેખા મારા હાથમાં નથી.
નશીબદાર હું નથી કેમ કે મારા નસીબમાં તમે નથી.