મળવું હોય તો મળ.. બહાના ન કર,
પ્રેમ છે તો એકરાર કર.. નજર છુપાવી દીદાર ન કર,
હોય છે ઘણા કંટક પ્રેમપંથ પર.. ચાલવું હોય તો ચાલ પીછેહઠ ન કર,
હોય જો પ્રેમ તો નિભાવવાની જવાબદારી સ્વીકારજે,
બેજવાબદાર બની પ્રેમ ને બદનામ ન કર,
રાખ દિલ માં ઝનૂન, આગ નું કારણ ચિનગારી ને ન પૂછ..
મૌન ની ભાષા સમજ . શબ્દો નો મોહતાજ ન બન,
વમળ રચાયું છે દિલ ના દરિયામાં "યાદ" નું...
તરી શકે તો તર ડૂબવાની ફરિયાદ ન કર
©યાદે