....#....અન્નપૂર્ણા વ્રત....#.....
અન્નપૂર્ણા માતા સનાતન ધર્મની એક દેવી છે. પુરાણોમાં તેમનું વર્ણન છે તે મુજબ અન્નપૂર્ણા માતાએ શંકર ભગવાનને ભોજન કરાવ્યું હતું. અન્નપૂર્ણા માતાને અન્ન પૂરૂં પાડનારી દેવી માનવામાં આવે છે. અન્ન ઓછું થાય નહિ અને જોઇએ તેટલી ભરપૂરતા રહે એવું કરનારી માતા એ અન્નપૂર્ણા માતા. મોટા જમણની રસોઇ આગળ કેટલાક શ્રદ્ધાળુ તે ખૂટે નહિ તે માટે ‘અન્નપૂર્ણા’નો પાઠ કરાવે અથવા તેના નામનો ઘીનો દીવો બાળે છે.
અન્નપૂર્ણા માતા મૂળ કાશીક્ષેત્રમાં વસતા હોવાનું માનવામાં આવે છે.આ કારણે તેમનું એક ભવ્ય મંદિર વારાણસીમાંઆવેલું છે. આ ઉપરાંત ગુજરાતમાં ઘણા બધા શહેરો અને ગામોમાં અન્નપૂર્ણા માતાનાં મંદિરો આવેલાં છે, જે પૈકીનું એક અમદાવાદના રાયપુર વિસ્તારમાં પીપરડીની પોળમાં આવેલું છે. આ મંદિરમાં દર્શન કરવા માટે અન્નપૂર્ણા વ્રતના દિવસો દરમ્યાન ખૂબ જ ભીડ રહે છે.
દર વર્ષે ગુજરાતી પંચાંગ પ્રમાણે માગશર સુદ છઠ(૬)ના દિવસથી અન્નપૂર્ણા માતાજીનાં વ્રતનો પ્રારંભ થાય છે જે ૨૧ દિવસ સુધી ચાલે છે.મોટેભાગે મહિલાઓ આ વ્રત કરતી હોય છે જેમાં ૨૧ દિવસના ઉપવાસ અથવા એકવાર જમીને માતાનું તપ કરવામાં આવે છે. એની પાછળ ભાવના એવી હોય છે કે માતા રાજી થઈને વ્રત કરનારનાં ઘરમાં અન્નના ભંડાર ભરેલા રાખે.
# વ્રતની વિધિ:-
માગસર સુદ-૬ ના દિવસે પ્રાત:કાળે સ્નાનાદિથી પરવારી સુતરના દોરાની એકવીસ સેર લઇ,એકવીસ ગાંઠ વાળવી. એકવીસ દિવસનું વ્રત હોવાથી એકવીસ એકટાણાં કરવા. બાજોઠ પર માતા અન્નપૂર્ણાની છવી(તસવીર) મૂકી,ઘી નો દિવો કરી,વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું. વ્રત પુરું થયે અન્નદાન કરવું. આ વ્રતનો મહિમા અપરંપાર છે. વ્રત કરનારને વ્રતનો ભંગ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. જો ભૂલથી કંઈ ખવાઇ ગયું હોય,તો બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો...
શુભસ્તુ...
હર હર મહાદેવ... હર...