હજુય છે ખુમાર ને હજુય હું જવાન છું,
ભલે ને કાળ આવતો, હું ય સાવધાન છું.
કહે છે લોક વિશ્વનાં કે સર્વવ્યાપી આપ છો,
દીઠાં નથી મેં આપને હું એટલો સભાન છું.
કરી નથી મેં બંદગાની સ્વર્ગ કેરી લાલચે,
પૂછી જુઓ આ લોકને કે હું ય ખાનદાન છું.
નજદીક આવી જોઇ લો હું આપનો જ અંશ છું,
મેરુ સમાન આપ છો હું કાંકરી સમાન છું.
હું યે ગોવર્ધન સમા ઊંચકું છું પહાડ દુઃખના,
નિહાળી લો સ્વયં મને હું વિધીનું વિધાન છું.
મારા અમુક શબ્દની અસર ઘણાંને થાય છે;
“નાઝિર” મને છે વહેમ હું એનું નિદાન છું.
.............
आपका दिन मंगलमय हो