English Quote in Thought by Kunjdas

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

??થોડો વિરાટ સેના ને સપોર્ટ આપીએ??

‘It’s Ok’. બસ એટલું જ પૂરતું છે. ‘ઓવર-કોન્ફીડન્સમાં હતા’, ‘છેક સુધી લઈ ગ્યા’, ‘મેચ ફિક્સ હતી’, ‘ફલાણાને કારણે જ હાર્યા’ એવું કહેનારાનો રાફડો ફાટશે. પોઈન્ટ્સ ટેબલમાં અત્યાર સુધી ટોપ પર રહેલી ટીમ પર જો ગર્વ કરતા આવ્યા હોઈએ, તો એ જ ટીમના એક ખરાબ દિવસને કારણે તેમના પર ટીકાઓ કરવા લાગવી એ એક ‘ફેન’ તરીકે આપણી inconsistency છે.

ઇન્ડિયન ટીમના હોઈએ કે કોઈ વ્યક્તિના, ચાહક હોવાનો અર્થ જ એ છે કે એમને બિનશરતી ચાહતા રહેવું. કરોડો લોકોમાંથી પસંદ કરેલા શ્રેષ્ઠ અગિયાર જણા પોતાનું સર્વશ્રેષ્ઠ આપીને પાછા ફરશે, અને એનું આપણને ગર્વ હોવું જોઈએ. જે ગેમ સાથે બાળપણથી ઈમોશનલી જોડાયેલા હોઈએ, એમાં પરાજય મળે તો છાતીમાં દુખાવો થાય એ Obvious છે. આપણી જેમ એ અગિયારમાંથી પણ ડ્રેસિંગરૂમમાં જઈને કોઈક તો રડ્યું જ હશે. આ આપણો સહિયારો અફસોસ છે.

જે ઈચ્છ્યું હોય, એ ન મળે ત્યારનું આપણું વર્તન આપણું કેરેક્ટર નક્કી કરતું હોય છે. પોપીંગ ક્રીઝથી ‘બે ઈંચ’ ટૂંકા પડ્યાનો અફસોસ આપણને સહુને જિંદગી ભર રહેશે પણ એ અફસોસ માટે કોઈને જવાબદાર માનવા લાગીએ તો એ વાત ફરી એકવાર સાબિત કરી આપશે કે આપણે કોઈપણ જાતના બહાનાઓ કે આરોપો વગર હાર સ્વીકારી નથી શક્તા.

લગ્ન પછી બાળક ન થાય તો પત્નીને છુટ્ટા-છેડા આપીને બીજા લગ્ન કરી લેવાની માનસિકતા વચ્ચે કોઈ એક વ્યક્તિ કે ટીમને ‘ગમે તે સંજોગોમાં’ સાતત્યપૂર્વક ચાહતા રહેવાની અપેક્ષા થોડી વધારે પડતી છે, એ હું જાણું છું. પણ આ હાર પણ સેલીબ્રેટ કરવી જોઈએ. હારના કારણોનું પોસ્ટ-મોર્ટમ કર્યા વગર એમના પ્રયત્નો અને એમની નિયતને ઉદારતાથી વધાવી લઈએ તો આપણે સાચા ભારતીય. બાકી, નિષ્ફળ ગયેલી વહુ, વિદ્યાર્થી કે ટીમને ‘ટોન્ટ’ મારવાનું કામ આપણી અપરિપક્વતાને છતી કરે છે.

રડી લેશું થોડું એકાંતમાં. વ્યક્તિગત જીવનમાં સૌને અલગ અલગ રીતે તો મળતી જ હોય છે, આ સહિયારી નિષ્ફળતા સૌ સાથે મળીને વહેંચી લઈશું. કોઈ બ્લેમ-ગેઈમ નહીં, કોઈ ‘ટ્રોલીંગ’ નહીં. જેટલી ખેલદિલીથી એ લોકો રમ્યા છે, એટલી જ ખેલદિલીથી એમની હારને સ્વીકારી લઈએ તો સાચા સપોર્ટર.

ભૂરી જર્સી પહેરીને ‘બ્લીડ બ્લ્યુ’ના નારા લગાવવાથી કોઈપણ ક્રિકેટ ફેન થઈ શકે છે. ચાહત સાબિત કરવાનો અવસર ત્યારે જ આવે છે જ્યારે ખરેખર ખંજર વાગે અને વહી જતા લોહીનો રંગ ‘બ્લ્યુ’ હોય. પ્રેમ કરનારાઓ ન તો આરોપો કરે છે, ન તો ટીકાઓ. તેઓ ગમતા લોકોને ગળે મળીને તેમની નિષ્ફળતા માટે એટલું જ કહેતા હોય છે, ‘It’s Ok. We are with you.’
-ડૉ. નિમિત્ત ઓઝા

English Thought by Kunjdas : 111214665
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now