હું તને શોધી લઉં છું....
કોઈ સમીસાંજ હું તને શોધી લઉં છું....
આ સંધ્યા ઓના ખીલેલા રંગમાં હું તને જોઈ લઉં છું...
પ્રતીતિ કરાવે છે આ સંધ્યા તારા ચહેરાનું મને...
ક્યારેક ગુસ્સો ક્યારેક પ્રેમ દર્શાવે છે મને...
રંગોમાં ખોવાઈ જાવ છું હું પણ...
તારી યાદોમાં ડૂબી જાઉં છું હું પણ...
દરરોજ યાદ કરી તને જ હું શોધ્યા કરું છું....
ખીલેલી આ સંધ્યાના રંગોમાં હું તને જોઈ લઉં છું..
કોઈ સમી સાંજ હું તને શોધી લઉં છું..
આ સંધ્યા ઓના ખીલેલા રંગમાં હું તને જોઈ લઉં છું.
હું તને જોઈ લઉં છું... હું તને જોઈ લઉં છું...
---- હેતલ જોષી.. રાજકોટ