પડછાયો
એક પડછાયાને કર્યો મે પ્યાર
થાય કેમ, એ પ્યાર નો એકરાર.
પડછાયો ક્યાં સાંભળે દિલની વાત કે લાગણી, પત્થર થોડો કરે પ્યાર !
સવારે પડછાયો દેખાય; પણ આં તો રાત્રે જીવંત થાય, કરે મને બેકરાર.
દિવસભર કામમાં વ્યસ્ત હોવાથી, રહે એ ગાયબ, રાત ની જોતો હોય રાહ.
રાત્રી ની શાંતિમાં એ સળવળી ઉઠે, છીનવી લેય મારું સુખ ચેન અને કરાર.
આવે, સતાવે, કરે દિલને બેકરાર; આંસુઓ આપી કરે કાતિલ વાર.
આજે આવે છે મને ફરી આં વિચાર, શીદ કર્યો મે એક પડછાયાને પ્યાર ?
Armin Dutia Motashaw