આજ આભલડી વરસે
આજ આભલડી વરસે મારા નેણ માં થી (૦૨)
ને વાદળીયું ગરજે ગગન માં હી. (૦૨)
ઉર ઝંખે મેહુલ સંગ મીત વરસે .....
આજ આભલડી વરસે મારા નેણ માં થી
માવતર છોડે આજ વરસે ય વીત્યું (૦૨)
પિયુ પરદેશ વસે મન વિરહે બળે (૦૨)
કે પ્રોષિત ભત્રુકા એનો રંગ ઝંખે .....
આજ આભલડી વરસે મારા નેણ માં થી
મેહુલિયે ધરા દુલ્હન શી સજાઈ (૦૨)
મારા મન માં તો ખડા કે દિ ની ખેંચાઈ (૦૨)
કે રૂપિયો નહી તારું રૂપ ઝંખે ......
આજ આભલડી વરસે મારા નેણ માં થી
વીજળી ના ચમકારા નભ ને ડરાવે (૦૨)
પણ મનડા માં મારા અંધાર ગોરંભાયે (૦૨)
તારા વાવડ મળે તો મારું દિલડુ ઠારે......
આજ આભલડી વરસે મારા નેણ માં થી
સોને નહી તો મને રૂપા થી મઢજે (૦૨)
ચુન્દલડી એક બે ઓછી લઇ દેજે. (૦૨)
આ ચોમાસે મનડું તારો સાથ ઝંખે....
આજ આભલડી વરસે મારા નેણ માં થી
તન મન ની શોભા મજધાર ઉડી જાશે (૦૨)
સંગાથ વિના તારા મારાં શમણાં બલી જાશે.
પછી મહેલો બાંધી તારું શું વળશે?
આજ આભલડી વરસે મારા નેણ માં થી
હવે આવ જલદી સંદેશા કહેવડાવું (૦૨)
મારા ભરથાર શ્રી હવે ના આવે તો હું રિસાઉં
આ ગડગડાટ મારા પ્રાણ હરી જાશે.....
... આજ આભલડી વરસે મારા નેણ માં થી