❛અમુક લોકોનાં ચહેરા ભૂલવા છે,
મારે જૂના પુરાના રસ્તા ડોળવા છે,
હવે યાદોમાંય એનાં ટકોરા ન જોઈએ,
એની ચર્ચાનાં હવે ચોરા ન જોઈએ,
શેરીઓ, એ મંજીલની મારે ન જોઈએ,
દુઆઓ એનાં દિલની મારે ન જોઈએ,
તરછોડીનેય ત્યાગી ન શકે એવા શું નાટક,
જોઈએ કશુંક પણ માંગી ન શકે એવા શું નાટક,
સૂકા હોઠોને એનાં સરોવર નકામાં,
ધખતાં બપોરે એનાં તરુવર નકામાં,
પાછાં વળીને જોવાની અમને ગરજ નથી,
ને પાછાં વળે એવી એમનેય અરજ નથી,
એની દિશાના વાયરા પણ વાળવા છે,
મારે જૂના પુરાના રસ્તા ડોળવા છે..!❜