*ઝરણું*
મને તારી આંખ ના પલકમાં કાયમ રહેવું છે.
મને તારી એક ઝલક માટે હર જનમ જીવવું છે.
મને તારા પ્રેમનું ઝરણું બની તારામાં રહી જાવું છે.
મને તારા એક પવિત્ર બંધનમાં બંધાઈ જાવું છે.
નહીં જોઈ શકું તારી આંખથી વહેતો દુઃખ નું ઝરણું.
નદી કિનારે તારા ખોળે માથું મૂકી બેસી રહીશું .
ઉપરથી વહેતું ઝરણું અને એની ઉડતી ઠંડી ફુવાર.
ચાલ બંને આજ મારીએ ફરી એકવાર લટાર.
જેટલું સુંદર અને શિતળ ઝરણું એવું બનાવીએ સંસાર.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ