ઝાંઝર ના તારા એ છમ્મ છમ્મ ના અવાજ ની રાહ જોતો હું
તું ચાલતી હતી જે ગલીઓ માં ત્યાં હું મીટ માંડી ને બેઠો છું.
નયનો નાં તારા એ ઈશારો ને માણવાની ઇચ્છા વ્યક્ત કરતો હું
તું ઉભી રહેતી હતી જે ઝરૂખામાં ત્યાં હું મીટ માંડી ને બેઠો છું.
ગાલની તારી એ ઘુઘરીયારી લટ ને સંવારવા ની શેષ્ટા કરતો હું
તું ઝૂલતી હતી જે ઝૂલા ઉપર ત્યાં હું મીટ માંડી ને બેઠો છું.
કર્ણપ્રિય તારા એ અવાજમાં ગીત સાંભળવાની જીદ કરતો હું
તું બેસતી હતી જે વૃક્ષ ની ડાળ નીચે ત્યાં હું મીટ માંડીને બેઠો છું.
ધક ધક કરતી તારી એ દિલ ની ધડકન માં રહેવા માંગતો હું
તું કહેતી હતી જે સાગર કિનારે ત્યાં હું મીટ માંડીને બેઠો છું.
અવિસ્મરણીય તારી એ મનપ્રિય યાદોનાં સહારે જીવતો હું
તું જતી રહી હતી જે સ્થાને થી ત્યાં હું મીટ માંડીને બેઠો છું.
By -kishan...