Gujarati Quote in Thought by Kamlesh

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...#... પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ...#....


માતાની મમતા થઇ,હવે "મોમ'',
પિતાનું વાત્સલ્ય તો જાણે , સાવ "ડેડ" હવે...
બાળકો ઓશિયારા કરે જોને ઘરની "મેડ"
વડીલોનું સરનામું થયું "ઓલ્ડેજ હોમ" હવે...
પ્રણિપાતની પલટ કાયા,કરતાં "હેલ્લો -હાય",
ચરણસ્પર્શ તો ચોકે ગયા,થયા "શેક-હેન્ડ"હવે...
ચણિયાચોળી જઇ સંતાણી, "પાતાળ-પીટારે",
પશ્ચિમી સંસ્કૃતિ બેઠી,"કોઠીને-કાંગરે" હવે...
રોતલી રાતના "રાહડા" થયા જાણે "રોકઓન",
પરોઢી પ્રભાતિયા પોઢ્યા "રેવ પાર્ટી"માં હવે...
સોનચકી અંજાઇ "ચાંદી"ના ચળકાટે "કમલ",
ઉગતા સૂર્યના દેશનો થઇ રહ્યો, સૂર્યાસ્ત હવે...


૧) મોમ=માતા / મોમ=મિણ....
૨)ડેડ=પિતા / ડેડ=મૃતપ્રાય....
૩)મેડ= આયા,બાળકોની દેખરેખ રાખનાર....
૪)ઓલ્ડેજ હોમ = ઘરડાંઘર....
૫)હેલ્લો-હાય = સાંભળો/ હાય - બદ્દ દુઆ....
૬)શેક-હેન્ડ = હસ્તધૂનન....
૭)રોક= પાશ્ચાત્ય સંગીતનો એક પ્રકાર....
૮) રેવ પાર્ટી = રાતભર ચાલતી ઉજાણી.

નોંધ : -
પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફે મારો કોઇ વિરોધ નથી.
પરંતુ આંધળું અનુકરણ ના કરવું જોઇએ. અને એય આપણી સંસ્કૃતિના ભોગે તો નહીં જ. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઘણી એવી બાબતો છે જે આપણે આપણી સંસ્કૃતિમાં વણિને અપડેટ કરવી જોઇએ. પણ આપણી સંસ્કૃતિની મર્યાદાનું પૂરેપૂરું ધ્યાન રાખીને. ત્યાંના લોકો પણ હવે આપણું અનુકરણ કરી રહ્યા છે. સંયુકત પરિવારની ખરી વ્યાખ્યા સમજી રહ્યા છે. પણ હવે આનું ઊલટું,એ પ્રથા આપણી ત્યાં વિકસિત થઇ રહી છે... જો આમ જ ચાલતું રહ્યું તો એ સમય દૂર નથી કે,કાકા-કાકી,મામા-મામી,ફોઇ-માસી,નણંદ-ભોજાઇ, દિયર-ભાભી,સાસુ-વહુ,પાટલાસાસુ-જમાઇ, સાળા-સાળીઓ જોવા આપણને પરદેશમાં જવું પડશે, અને અહિંયા ફક્ત "અંકલ-આંટી" જ રહી જશે...

સમજવા જેવું છે નઇ....????

હા હા... હર હર મહાદેવ હર....

Gujarati Thought by Kamlesh : 111210993
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now