સંભાવના ના સાગર માં તારી સાંત્વના ઓ ને ઠાલવતો આવજે...!!
મારી ઉર ની લાગણીઓ ને હું કાયમ સાચવી લઈશ સ્મૃતિ તણા છીપલા માં.
આમ પણ સમય અને સ્નેહ રેતીના સુસવાટા બરોબર થઈ ગયા છે..!!
તો તું કદાચ વ્યથા તણા જંજાવાત સર્જી દઈશ તો શું ફર્ક પડી જશે..!
મેં લહેર બની પ્રેમભરી વ્હાલરૂપી મહેર જ વરસાવી જાણી..!
હું તો કહું તું આ સંતાપ રૂપી આંધી સર્જી કહેર વરસાવી જાણ.
નથી ડરતી તારી ખાલી પોકળ ગર્જના કરતી વાતો થી...
કારણ મને તો મનમૂકીને ધીમીધારે વરસતા ને વહી જતા આવડી ગયું છે.
તું તારા અહમ ના આકાશ માં અવિરત ઉડતો જ રે,,
હું તો મારી આત્મવિશ્વાસ કેરી લીલુડી ધરા પર લહેરાવા જ સર્જાણી છું.
-Hina modha.