અભાવ
દરિયે ઉછરતી
માછલીને ક'દિ
ઉસ જેવા ખારા પાણીનો
અભાવ ન થજો!
રણમાં ઊગતા
થોરિયાને ક' દિ
ઊની ઊની લૂ માટે
અભાવ ન થજો!
બરફ નીચેની
સીલને ક'દિ
ઠંડા બરફની સફેદી પર
અભાવ ન થજો!
ગરમીમાં જામતાં
ગુલમહોરને ક' દિ
કોરી કડક ગરમીનો
અભાવ ન થજો!
વરસાદ પછી ખીલતા
મશરૂમને ક'દિ
હૂંફવતા બાફતા ભેજનો
અભાવ ન થજો!
કારણ એમનાં અસ્તિત્વનાં
એ જ બધાં મૂળ છે;
અને એ જ જન્મદાતાનો
પ્રયાસ છે એમની ઉત્પતિનો!
જન્મ અસ્તિત્વ અને અંત
એને જ બધું આધિન!
©અર્ચિતા દીપક પંડ્યા