સરવરનાં પાણીને બાંધો પણ ઝરણાં તો છોડી દો,
પર્વત છો ને વેંચી નાખો પણ પડઘાં તો છોડી દો.
કોઈ તસ્કરની માફક દિલમાં મારાં દાખલ થઈ ને,
ઊંઘ ભલે ને ચોરી જાઓ પણ સપના તો છોડી દો.
શા માટે એને પણ કાયમ મનમાં લઈને ફરવાનું ?
મોત જ છે ને છેલ્લે જોશું પણ હમણાં તો છોડી દો.
એકલતાંની પળમાં જ્યારે સ્મરણો સાથે આવે છે,
મીઠાં છે એ સાથે રાખો પણ કડવાં તો છોડી દો.
આ પથ્થરને તો ખાલી મનથી આકાર જ આપ્યો છે,
માણસથી ઈશ્વરના સર્જનની ભ્રમણાં તો છેડી દો.
વિપુલ માંગરોલીયા(વેદાંત)૧૧-૧૧-૨૦૧૬