મળવાનું રાખોને યાર.....!
શ્વાસ પાછા નહિ મળે,
જિંદગી પાછી નહિ મળે,
તો પછી "મળવાનું" રાખોને યાર...!
મળી લ્યો જયારે પણ તક મળે
રાહ શું જુવો છો કે ક્યારે આવે રવિવાર...?
ક્યારેક ડિનર રાખો ક્યારેક ફરવાનું રાખો
નાની નાની વાતોનો મનાવોને તહેવાર...!*
કહેવાય છે કે જિંદગી ચાર દિનની હોય છે તો દરેક દિનનો હોય એક યાર...!
જીવન જો સંગીત છે તો
અંતાક્ષરીનો છેલ્લો શબ્દ હોય યાર...!
જીવન જો સંતાકૂકડી છે તો
મિત્રોના દિલમાં છુપાઈ જાઓને યાર...!
એક ચટાઈ,મનગમતો ખૂણો, થોડો નાશ્તો,ચાય. ચાર મિત્રો
આવી હોવી જોઈએ એક સવાર...!
શ્વાસ પાછા નહિ મળે,
જિંદગી પાછી નહિ મળે,
તો પછી મળવાનું રાખોને યાર...!
ચા ગાંઠિયા ને ભજીયા ની મોજ માણવા,
મળવાનુ રાખો ને યાર.
અને જો કોય કારણ ના હોય તોય
જૂની વાતો વાગોળવા,
મળવાનુ રાખોને યાર.
બધા મિત્રો ને યાદ......