તું કહેતી'તી ને કે વિસરી જઈશ હવે હું તને,
પણ જો ને રડ્યા કરે છે યાદ કરી ને તું મને.
તું કહેતી'તી ને કે હ્રદય માંથી કાઢી નાખીશ હું નામ તારું,
પણ જો ને હાથની મહેંદી માં લખેલુ છે ને તે નામ મારું.
તું કહેતી'તી ને કે નહિ મળું જીવન માં ક્યારેય હું તને,
પણ જો ને એક વખત જોવા તરસે છે ને તું મને.
તું કહેતી'તી ને કે તોડી નાખીશ આપેલું છે જે વચન હું તારું,
પણ જો ને અક્ષર:સ નિભાવેશે આપેલું છે જે વચન તું મારું.
તું કહેતી'તી ને કે મહેફિલમાં યાદ નહિ કરું ક્યારેય હું તને,
પણ જો ને એ આવવાની રાહ પર શોધ્યા કરે છે ને તું મને.
તું કહેતી'તી ને કે અલવિદા કહીશ જોઈ મુખ ને હું તારું,
પણ જો ને ક્યાં રહી શકી જોયા વિના એ મુખ ને તું મારું.
તું કહેતી'તી ને કે મારા દિલ થી દુર કરી દઈશ હું તને,
પણ જો ને અત્યારે ગળે લગાવી ને રડે છે ને તું મને.
By - kishan.