Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* અપાર શિખામણ * લેખ... 1-7-2019

આપણા સમાજમાં એવા લોકોની પણ એક જમાત હોય છે. જે વણમાગે ને વણજોયે શિખામણનો શીરો બધાને પીરસ્યા કરે. માગવા ન જાઓ તોયે હું કંઈક મહાન છું ની અદાથી સલાહ સૂચનો આપ્યાં કરે. એવા લોકો બિચારા ભૂલી જાય છે કે માગ્યા વગર શિખામણ અપાય નહીં. પૂછ્યા વગર સલાહ સૂચન દેવાય નહીં. આમ પણ શિખામણ માગવાની ચીજ છે આપવાની નહીં. કોઈ પૂછે તો જ અપાય. સલાહ લેવાની વસ્તુ છે દેવાની નહીં. આપવું હોય ત્યારે સામે કોઈ માંગનાર છે કે નહીં એનો વિચાર તો કરવો જોઈએ. આ તો જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે સલાહ દેવા બેસી જાય જાણે દુનિયા આખીને સુધારવાનો ઈજારો એમણે જ લીધો હોય. વારે વારે શિખામણ આપનાર સામી વ્યક્તિનો સ્નેહ અને આદર ગુમાવી બેસે છે. દરેક વાતમાં સલાહ સૂચનો આપવાં એ કોઈ યોગ્ય નથી...

ભાવના ભટ્ટ અમદાવાદ......

Gujarati Blog by Bhavna Bhatt : 111208508
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now