Gujarati Quote in Story by Narendra Joshi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે જો મળશો તમને...!

ધોરણ પાંચનું એક બાળક.. પેપર પૂરું થયું એટલે શાળાના મેદાનમાં ઝાડ નીચે બેઠું..
સાવ એ...ક...લું... જણાયું. કંપાસ અને પેડને બાજુમાં મૂકીને ગીત ગણગણવા માંડ્યું. ગીતને તાલ આપવા માટે ચપટી વગાડવા લાગ્યું. બાજુના રૂમમાંથી એનો દિલેર દોસ્ત પેપર પૂરું કરીને આવે એની રાહ જોતો હતો.

આ બચ્ચાને રાહ જોવી ગમતી હોય એવું લાગ્યું...!

આ બચ્ચું મોં મચકોડવાના વર્ગમાં નિયમિત ગેરહાજર રહેવાથી... અત્યારે મિત્રની રાહ જોતી વખતે મોં મચકાવતો નહોતો...!

એને કઈંક યાદ આવ્યું. ખિસ્સામાં એક ફૂગ્ગો છે.
ફૂગ્ગો એવી રીતે ફૂલાવ્યો; કે જાણે પોતાની અંદરનું એક બાળક એમાં ઠાલવતું ન હોય..!!

હવે આ બાળક મને એકલું ન લાગ્યું.
અરે ! એની ચોતરફ તો આંનદમેળો જામ્યો હતો. આંનદમેળો...!!

સાચે જ !!
એકલાં એકલાં પોતાને મળતું બાળક.. મોં મચકોડ્યા વગર દિલોજાન દોસ્તની રાહ જોઈ શકે છે ! ગીતો ગણગણી શકે છે ! ચપટી વગાડી નાચી શકે છે ! પતંગિયાના રંગોમાં રંગીન બની શકે છે ! મમ્મીએ સુણાવેલા હાલરડાંનો સ્વાદ સૌને આંખોથી ચખાડી શકે છે. આ બાળકો ગમ્મે ત્યારે મનભરીને પોતાને મળી શકે છે. ક્ષણવારમાં જ પોતાના એકાંતને રંગીન બનાવી શકે છે. આંખોથી હસી શકે છે. એની કુલ્ફી સાથે વાતો કરી શકે છે. પોચા પોચા હાથે ચાંદને પંપાળી શકે છે. એને એક પગે કિક લગાવી બાઈક ચલાવી શકે છે. બાળકોની આવી મસ્તીને તમે ‘બચ્ચાગીરી’ કહી શકો છો..!

તમે પણ બાળકની જેમ જો તમને મળશે તો ??!!
તમે તમારા ખાલીપાને ગોફણમાં ઘૂમાવીને દૂર દૂર સુધી ફંગોળી શકો છો.
પરંતુ;
તમે જો બાળકની જેમ તમને મળશો તો..!!!
લેખન નરેન્દ્ર જોષી.

Gujarati Story by Narendra Joshi : 111208162
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now