મને તારા એ સ્પર્શ માં એવી સુગંધ મળી ,
જેમ પતંગિયા ને કોઈ ફૂલ ની ફોરમ મળી.
મને તારા એ હ્રદય માં એવી લાગણી મળી,
જેમ ઘૂઘવતા સમુંદર ને કોઈ નદી મળી.
મને તારા એ નયનોમાં એવી પ્રેમની ભાષા મળી,
જેમ ઉગતા કવિઓ ને કોઈ કવિતા મળી.
મને તારા એ ગુલાબી હોઠો માં એવી મીઠાસ મળી,
જેમ ઉડતા ભમ્મર ને કોઈ ફૂલની રસધાર મળી.
મને તારા એ લહેરાતા ઝુલ્ફો માં એવી શિતળતા મળી,
જેમ ચાલતા મુસાફર ને કોઈ તરુંની છાય મળી.
મને તારા એ ક્ષણભર ના મિલન માં એવી જિંદગી મળી,
જેમ શોધતા "કિશન" ને કોઈ "રાધા" ની પ્રીત મળી.
By -kishan