Gujarati Quote in Religious by Writer Dhaval Raval

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

_એક શિવભક્તની કલમથી_
*અચૂક વાંચો*
_TRUST ON GOD_
*ધવલ રાવલ*
_ચલાલા_

*_:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::_*

સારામાં સારું વરદાન મેળવવા મહાદેવ જેવો કોઈ દેવ નથી
અને
બાબાને જગાડવા જે તપ થાય
એવું બીજું કોઈ તપ નથી..✍

રાહુ પીડાથી બચવા મહામૃત્યુંજય શિવાય
બીજો કોઈ મંત્ર નથી અને,
શનિદેવની સાડા સાતીથી બચવા,
શિવ શરણ શિવાય બીજું કોઈ શરણ નથી..✍

મોટામાં મોટી શક્તિ સાથે ટકરાઈ,
એવા ત્રિશુલ શિવાય બીજું કોઈ અશત્ર‌‌ નથી.
અને,
શિવ ગળે લટકે એવો વાસુકી કોઈ બીજો સાપ નથી..✍

તમામ સુખની પ્રાપ્તિ માટે કરાતો અતિરુદ્ર યજ્ઞ શિવાય બીજો કોઈ યજ્ઞ નથી,અને,
મહાદુઃખથી બચવા શિવને સમર્પણ શિવાય બીજો કોઈ રસ્તો નથી..✍

*અરે સાહેબ* .. !
બત્રીસ ભાતનાં ભોજન જમાડી દેવને પ્રસન્ન કરવામાં આવે,
પણ,
એક પાણીના લોટાથી પ્રસન્ન થાય,
એવા કોઈ બીજા દાતા નથી...✍

લક્ષ્મીની પ્રાપ્તિ માટે લક્ષ્મી શિવાય કોઈ દેવી નથી,
જ્યારે,
મહાલક્ષ્મી પ્રાપ્તિ માટે મહાદેવ શિવાય ઉદ્ધાર નથી...✍

ભક્તો માટે દયાસાગર ભગવાન ભોલેનાથ જેવા કોઈ ભોળા નથી,
અને,
ભક્ત પર સંકટ પડે ને ચવુદ બ્રહ્માંડ ધ્રુજાવે એવા કોઈ નૃત્યકારી નથી..✍

તપમાં બેઠા શિવને, ભક્ત કરે પોકાર,
સ્વયમ્ ભક્તોની રક્ષા કાલભૈરવને સોંપી,
વિદ્યા માટે શિવ શંકર જેવો કોઈ બીજો ગુરુ નથી,
અને,
એક લટમાં પવિત્ર ગંગાજીને રાખ્યાં એવી બીજી કોઈ લટ નથી...✍

અનાદી કાળથી ચાલ્યા આવતા મારા મહાદેવ જેવા બીજા કોઈ આદિદેવ નથી,
અને
કાલની સામે બાથ ભીડવે,એવા કોઈ મહાકાલ નથી...✍

*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*

લેખક
ધવલ રાવલ
TRUST ON GOD
*_સારુ લાગે તો આગળ શેર કરજો_*

જય મહાકાલ..?

Gujarati Religious by Writer Dhaval Raval : 111207249
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now