Gujarati Quote in Jokes by Amita Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે મારા પપ્પા ની એક કૃતિ રજૂ કરું છું:-

પપ્પા, નામ નટુભાઈ પટેલ, ઉંમર ૮૬, વ્યવસાયે ચારટર્ડ એકાઉનટન્ટ્ ..વર્ષો પહેલાં ઘણી વાર એમને લેખન માં ઈનામ મળેલાં છે. પણ છેલ્લાં ૫૫ વર્ષ થી કઈ જ નથી લખ્યું. ઉંમર ના હિસાબે આંખે ઓછું દેખાય ને પગે ના ચલાય. પથારી માં સમય પસાર કરવા મેં એમને કંઇક લખવા નું પ્રોત્સાહન આપ્યું છે.ને એના ભાગ રૂપે, એમણે એક કટાક્ષ કથા લખવાનો પ્રયાસ કર્યો છે, જે અહીં રજૂ કરું છું.

શિક્ષક : અરુણ , આપની પૃથ્વી પર કેટલા રણ છે ?
અરુણ: સર, ૧. સહરા નું રણ ૨. અરબસ્તાન નું રણ ૩. રાજસ્થાન નું રણ ૪. રાજકા- રણ.
શિક્ષક : અે ક્યાં આવ્યું ?
અરુણ : આ બધા દેશો માં છે પણ આપણા ભારત માં સર્વવ્યાપી છે. આ એક એવું રણ છે, જેમાં ભણેલાં, અભણ, મૂર્ખ, ભ્રષ્ટ બધાં જ પ્રવેશી શકે પરંતુ એક વખત આ રણ માં પડે, અે કોઈ ને બહાર નીકળવાની ઈચ્છા જ નથી રાખતાં. આ રણ માં વસેલ સૌ કોઈ કંઈ પણ જાત ના શ્રમ વગર કરોડપતિ બની જાય. દર પાંચ વર્ષે ચૂંટાવા માટે માત્ર ભાષણ કરવાના હોય છે, ભરપૂર વચનો આપવાના હોય છે, અને રામચંદ્ર ના વંશ માં પણ કેમ ના જન્મેલાં હોય, કોઈ જ વચનો પાળવાના નથી હોતાં કે કેમ નથી પાળ્યા , એના જવાબ પણ વાળવાના નથી હોતાં.
આ રણ માં ભણતર ની જરૂર નથી હોતી. માત્ર વાણી પ્રવાહ થી જ હોડી હંકારવા ની હોય છે. ખોટું બોલવાની, ફરી જવાની સંપૂર્ણ છૂટ હોય છે. આ રણ ને લીધે દેશ નો વિકાસ સંભવ નથી.

શિક્ષક વિચારે છેઃ આ રણ ને કોર્સ માં સમાવેશ કરી લઉં ??
: - નટુ ભાઈ પટેલ

Gujarati Jokes by Amita Patel : 111206420
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now