when Strom #vayu is about to come in gujarat #અછાંડ્સ
ગાજ વીજ ગાજ વીજ જાણે કે કોઈ ગરુડ ચીસ,
છમ છમ છાલક આજ મેહ સૂણી નાચે તાત.
જબરું તોફાન આજ વાયુ આયુ રત્નાકર તીરે,
ધમ પછાડ મોજ આજ મધદરિયે જળ નાચ નાચે.
ગુર્જર ધરા આજ ધબકે સૌ હૈયા આજ ,
આફત આવી અજાણ કોણ કાજ આવે.
રક્ષક ઉઠ્યા આજ માનવતા દાખવી મન,
હિલોરે ઉઠ્યા જળ સમીર તિર સૌ ગગન.
સમે સમીર ત્યાં સોમનાથ પાવાવારી પૂજે ત્યાં જ,
મધ્યેથી હનુમંત હણવાને આવે,
દ્વારકેશની ડોટ જ્યાં વાંસળીના સુર ત્યાં.
વંટોળના હાથ આજ થરથર કંપે,
ગુર્જર રક્ષક આજ સૌ મંથે.
સાન ભાન ભૂલતા આજ અફવા આશંકા આજ એક સૌ જાણે,
સૈન્ય બળ પોત પ્રકાશ અબાલવૃદ્ધ સૌ આજ તેને જ જંખે.
વાયુ સૌ સુણો આજ ગુર્જર પ્રદેશ આ ન આવે રાગદ્વેષ જ્યાં તમ શાને ચાલશો,
ચતુર્દેવ રક્ષક જ્યાં સૌદિસ એ બેસતાં તમ કોઈ આ પંથ અનંત ખેડી ન લેશો.
ગાજ વીજ ગાજ વીજ જાણે કે કોઈ ગરુડ ચીસ,
છમ છમ છાલક આજ મેહ સૂણી નાચે તાત.
―અપૂર્વ (અનંત)