Gujarati Quote in Thought by chintan palsana

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવ રે વરસાદ
ઢેબરીયો પરસાદ
ઉની ઉની રોટલી
ને કારેલા નું શાક...
કહીને વરસાદ થી ભીંજાવા ની મજા હવે આજના બાળકો ને કોણ શીખવે છે?.રાત્રે કે વહેલી સવારે આવતો વરસાદ બાળ ઉંમરે શાળા માં પાડવા ની રજા ની જે મજા હતી એ કદાચ હવે ફળીયા સુધી સીમિત થઈ ગઈ છે.હવે તો આપણા ઘરો માં ફળીયા જ કદાચ બવ ઓછા જોવા જડે છે.નળિયાં ના નેવા પર થી ટપકતાં પાણી ને ખોબા માં ભરવાનો એ હરખ ક્યાંય ખોવાઈ ગયો.ફળીયા ના વરસાદ માં પલળતા કાગળ ની હોડી બનાવી ને તરતી મુકવાની મજા લેવા નો હવે ક્યાં કોઈ પાસે સમય છે.ગામડાંઓ માં આવતાં અનરાધાર વરસાદ બાદ આવતાં પહેલા પાણી નાં પુર ને નદી કાંઠે જે જાડીઓ તણાય ને આવતું જોવા ની મજા એ કદાચ બદલાતી જતી આપણી રીતભાત સાથે તણાય ગયું હોય એવું લાગે છે.ગામડાંના લાખો લોકો વરસાદ ની રાહ જોઈ ને બેઠેલા હોય અને એ જ વરસાદ શહેર નાં લોકો માટે ભીંજાય ન જવાય એ માટે હેરાનગતિ નો વિષય લાગતો હોય છે કારણ કે આપણે હવે મોડર્ન થઈ ગયા છીએ અને આપણને તો હવે સ્વિમિંગપુલ અને કૃત્રિમ ઉભા થયેલા રેઇન માં જ ડાન્સ કરવામાં મજા આવે છે.એક એક ક્ષણ જીવીને જીવન નો આનંદ લેનારા માણસો હવે પૈસા ની હોળ માં વ્યસ્ત છે.હવે માત્ર આ બધી વાતો એક વાર્તા સ્વરૂપે શાળા ના પુસ્તકો માં ટંકાઈ ગયું છે.માટી ચૂંથી ને બનાવતા રમકડાં હવે દુકાન માં તૈયાર મળે છે.રમકડે રમવાની ઉંમર માં આપણે તેને શાળા ભેગો કરીયે છીએ...રમવાદો તેને..જાતે જ ઉડવા દો... જાતે કરેલા પ્રયત્નો થી તેની પાંખો વધારે મજબૂત બનશે....

Gujarati Thought by chintan palsana : 111205980
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now