vachava ma thodo boring thasho.
but kadvu che pn ture .che
#Must_Read
બ્રા ની પટ્ટી જોઈને તમારી નસો કેમ ખેંચાઈ જાય છે ભાઈ
"અરે તે બ્રા આમ ખુલ્લેઆમ સૂકાવા નાખી દીધી રૂમાલથી ઢાંક એને" આવું એક મા એની 14-15 વર્ષની દીકરીને કહે છે
તારી બ્રા ની પટ્ટી દેખાય છે એવું કહીને એક છોકરી પોતાની બહેનપણી નું ટોપ આગળ ખેંચીને પટ્ટી ઢાંકી દે છે
'સાંભળ! કોઈને કહેતી નહીં કે તારે પિરીયડસ્ ચાલુ થઈ ગયા.'
'દુપટ્ટો વ્યવસ્થિત નાંખ
આમ ગળામાં કેમ લપેટ્યો છે?'
છોકરીનો ફોટો સાડીમાં મોકલજો
અમને અમારા દીકરા માટે સુશીલ, ગોરી, ભણેલી-ગણેલી, ઘરેલુ છોકરી જોઈએ
રોકડા કેટલા આપશો? જાનૈયાઓના સ્વાગતમાં કોઈ કમી ના રહેવી જોઈએ
આખો દિવસ ઘરમાં રહે છે તું
કામ શું કરે છે તું
બહાર જઈને કમાવુ પડે તો ખબર પડે
હું નોકરી કરું છું ને
તારે બહાર જવાની શી જરૂર ?
સારું ચલ! ઠીક છે
ઘરમાં બ્યુટી પાર્લર ખોલી લેજે
બહાર કામ કરવાનો મતલબ એ તો નથી કે તું તારી ફરજો ભૂલી જાય
સ્ત્રી હોવાનો મતલબ સમજે છે તું??
તું થાકેલી છે તો હું શું કરું?
હું સેક્સ નહીં કરું શું?
કેવી પત્ની છે તું ?
પોતાના પતિને ખુશ નથી કરી શકતી તું ?
તને બ્લીડીંગ કેમ ના થયું?
વર્જિન નથી તું?
તું પથારીમાં આટલી comfortable કેવી રીતે છે?
આની પહેલાં કેટલાંની સાથે ઉંઘી છે
તું કેમ પ્રપોઝ કરીશ એને?
છોકરો છે એને પહેલું પગલું ભરવા દે
તું પહેલાં કરીશ તો
તારી ઈમેજ ખરાબ થશે
ના-ના છોકરીના તો લગન કરવાના છે
ભણવામાં સારી છે તો શું કરીએ?
લગ્ન માટે પૈસા ભેગા કરવા વધુ જરૂરી છે
છોકરાને બહાર ભણવા મોકલીશું
શેતાન છે પણ સુધરી જશે
આટલી રાત સુધી બોયફ્રેન્ડ સાથે ફરશે તો રેપ નહીં થાય?
આટલો ટૂંકો ડ્રેસ પહેરશે તો રેપ નહીં થાય?
સિગરેટ-દારૂ બધું પીવે છે
સમજી જ ગયા હશો કેવી છોકરી છે
પહેલાં જલ્દી લગ્ન થઈ જતા હતા
એટલે રેપ નહોતા થતા
છોકરાં છે, ભૂલ થઈ જાય છે
ફેમિનિઝ્મ ના નામે અશ્લીલતા ફેલાવી રાખી છે
10 જણ સાથે સેક્સ કરવું અને બિકીની પહેરવી એ જ મહિલા સશક્તિકરણ છે શું?
મેટ્રોમાં અલગ કોચ મળી તો ગયો
હવે કેટલું સશક્તિકરણ જોઈએ?
લાંબુ લિસ્ટ થઈ ગયું ને?
કંટાળો આવે છે ને તમને?
સાચું કહું તો હું પણ કંટાળી ગઈ છું
આ સાંભળીને કે 'દેશની બેટી',
'ઘરની ઈજ્જત' , 'મા' અને 'દેવી' છું
નથી હું આ બધું. હું માણસ છું
તમારી જેમ મારા શરીરના કેટલાક અંગો અલગ છે એટલે હું સ્ત્રી છું
બસ.. એનાથી વધારે બીજું કંઈ નથી
સેનિટરી નેપ્કિન જોઈને શરમ આવે છે તમને
આટલા શર