તારી યાદ આવે ત્યારે એક ખૂણા માં બેસી ને ,
તારી સાથે ના મીઠા સંસ્મરણો ને વાગોળી લવ છું.
રાત્રિ ના અંધકાર માં ઓશિકા ના કવર ઉપર,
આંખમાંથી આંસુઓ ને વહાવી લવ છું.
વચન આપ્યું હતું સાથે રહેવાનું જિંદગીભર તે મને,
બસ તારા માટે હું મારા હ્રદય ને રડાવી લવ છું.
એક નિર્ણય મેં પણ લીધો હતો ખુશ રાખીશ હું તને,
તારી ખુશી માટે દૂર થવાનું દર્દ સહન કરી લવ છું.
તારે પણ ક્યાં એકલા રહેવું હતું મારા વિના,
એની યાદ સાથે હું આજે પણ જીવી લવ છું.
જ્યારે આભ પણ રડે છે વરસાદ બની ને ધરતી માટે,
ત્યાર આપણા બન્ને ના પ્રથમ મિલન ને યાદ કરી લવ છુ.
શબ્દો પણ નથી મારી પાસે તને કંઇ કહેવા માટે,
તારી યાદ ને કાગળ પર કલમ થી લખી લવ છું..