બાળપણમાં જંગલ વિષે ઘણી બધી વાર્તાઓ સાંભળી હતી અને પોતાની કલ્પનામાં માણી પણ હતી.
પણ બાંધવગઢ દરેક કલ્પનાઓ અને ઉલ્લેખથી તદ્દન વિપરીત છે. પૌરાણિક ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા આ અદભૂત સ્થળ વિષે શિવ મહાપુરાણમાં પણ ઉલ્લેખ છે. ૩૨ જેટલી પહાડીઓ અને ૪૦ જેટલી કુદરતી ગુફાઓથી ઘેરાયેલ આ જંગલમાં આવેલ અદભૂત કિલ્લાનું રહસ્ય કોઈને પણ નથી ખબર. એવું કહેવાય છે કે લંકા જીત્યા પછી ભગવાન શ્રી રામે ભાઈ લક્ષ્મણ માટે આ કિલ્લો બનાવડાવ્યો હતો કદાચ એટલે જ એ બાંધાવગઢ એટલે કે ભાઈનો ગઢ એમ ઓળખાય છે. સમગ્ર ભારતમાં અહીંયા સહુથી વધારે વાઘ વસે છે.
બાંધવગઢ નેશનલ પાર્ક, મધ્યપ્રદેશ