"વખ તો કડવાં જ છે પણ
અમ્રુત ખારાં થાય તો શું કરું ?
જગત અળખામણું બની ઘા કરે
એ વાત જૂની થઈ,
અહીં જાત વૈરી થાય તો શું કરું?
મારો ઈશ્વર તો ક્રુપાળુ છે
તોય મારા સ્વર નિ;શબ્દ થાય તો શું કરું?
દુનિયા આખી મેહરામણ થી છલકાય છે
ને તોય હું થઈ અજ્ઞાત, શું કરું ?"