હેલો. ફ્રેન્ડસ હું...અક્ષય પંચાલ મસ્ત મજાની એવી નાનકડી સ્ટોરી લઇ ને આવી રહ્યોછૂ.તો વાલા મિત્રો સ્ટૉરી ગમે તો લાઇક અને કોમેન્ટ કરી તમારો અભીપ્રાય આપજો...
સ્ટોરી નું ટાઈટલ •• એક ખોવાય ગયેલા દોસ્ત માટે•••
એક ખોવાઈ ગયેલા દોસ્ત માટે
????????♀?
મારી સાથે બોલે છે ને ?
એમ પૂછીને પણ એકબીજા સાથે બોલતા,
રીસેસમાં ફક્ત લંચ બોક્સના નહિ,
આપણે લાગણીઓના ઢાંકણાં પણ ખોલતા.
કિટ્ટા કર્યા પછી ફરી પાછા બોલી જતા,
એમ ફરી એક વાર બોલીએ,
ચાલ ને યાર,
એક જૂની નોટબુક ખોલીએ.
ચાલુ ક્લાસે
એકબીજાની સામે જોઈને હસતા’તા,
કોઈપણ જાતના એગ્રીમેન્ટ વગર,
આપણે એકબીજામાં વસતા’તા.
એક વાર મારું હોમવર્ક તેં કરી આપ્યું’તું,
નોટબુકના એ પાનાને મેં વાળીને રાખ્યું’તું.
હાંસિયામાં જે દોરેલા,
એવા સપનાઓના ઘર હશે,
દોસ્ત,
મારી નોટબુકમાં આજે પણ
તારા અક્ષર હશે.
એક પણ પ્રશ્ન પૂછ્યા વગર જ્યાં
આપણા આંસુઓ કોઈ લૂછતું’તું,
એકલા ઉભા રહીને શું વાત કરો છો ?
એવું ત્યારે ક્યાં કોઈ પૂછતું’તું ?
ખાનગી વાત કરવા માટે
સાવ નજીક આવી,
એક બીજાના કાનમાં કશુંક કહેતા’તા
ત્યારે ખાનગી કશું જ નહોતું
અને છતાં ખાનગીમાં કહેતા’તા.
હવે, બધું જ ખાનગી છે
પણ કોની સાથે શેર કરું ?
નજીકમાં કોઈ કાન નથી,
દોસ્ત, તું કયા દેશમાં છે ?
કયા શહેરમાં છે ?
મને તો એનું પણ ભાન નથી.
બાકસના ખોખાને દોરી બાંધીને
ટેલીફોનમાં બોલતા,
એમ ફરી એક વાર બોલીએ,
ચાલ ને યાર,
એક જૂની નોટબુક ખોલીએ...
મારા એક ખોવાયેલા દોસ્ત માટે...
ચાલો પાછા એક વાર સ્કૂલ/ટયૂશન માં આંટો મારીએ.