મન
આં મન તો બધું જ જાણે, પણ કોઈ નું કહ્યું ન માને
પ્રીત રચે એ, પણ દુઃખ સહે બિચારું દિલ, જાણે અંજાને
ચંચળ છે એ બહુ, થઈ જાય એ બસ એક પળ માં પરાયું.
ઉડે અને ઉછળે એ, જાણે હોય વાદળ કે પછી વહેતો વાયુ.
પળ માં પરાયું થઈ, કરે એ બિચારા દિલ ને બહુ પરેશાન.
આંધીમાં એ દીપક પ્રગટાવવા જાય, બિચારા દિલ ને રાખી અંજાન.
પ્રીતમ ને જોઈ થઈ જાય એ સાઉ બાવરું, બચકાની કરે હરકત
પળ ભર માં એ જીવન ભર ની તકલીફ વોહરી લેય; આમાં નથી બે મત.
કરું શું હું આં ચંચળ મન નું; કોઈ તો બતાવો ઉપાય
કોઈ મને આપે સલાહ, કે સંજોગો માં આવા, સુખ શાંતિ કેવી રીતે સ્થપાય ?
Armin Dutia Motashaw