ઘનઘોર છે વાદળ ક્યાં અજવાળું અક્ષ,
ઓજસ કાજ આકાશ માં એક તસ્વીર મૂકી છે..
વરસાદ ની અફવા તો આ આભ એ ફેલાવી,
નદીઓ ને પૂછો હજી એ સૂકી છે.....
ઘનઘોર છે વાદળ ક્યાં અજવાળું અક્ષ,
ઓજસ કાજ આકાશ માં એક તસ્વીર મૂકી છે..
તું દેખા એ મૃગજળ નો ભાસ, માલુમ છે મને,
ને તો એ મારી આંખો એ ત્યાં જ દોટ મૂકી છે,
આંખ માં આંખ તો મિલાવી જાણું હુ
પણ તું એક જ જ્યાં નજર મારી ઝૂકી છે......
ઘનઘોર છે વાદળ ક્યાં અજવાળું અક્ષ,
ઓજસ કાજ આકાશ માં તારી તસ્વીર મૂકી છે..
અક્ષય રાઠોડ
(અક્ષ)