અણદેખ્યું સુખ
આખા દિવસમાં થાકીને રાત્રે લોથપોથ થઈને આવીને અમનભાઈ સીધા એમના પલંગ પર પડ્યા હોય છે દવા લીધા પછી પણ માથું એટલું ભયંકર દુઃખી રહ્યું છે કે જાણે કોઈ માથામાં હથોડાના જોરજોરથી માર મારતા ના હોય!. એમના બંને હાથ એમના માથાને જોરથી દબાવી રહ્યા છે અને આ દુઃખ કોઈને કહી શકવાની ક્ષમતા એમનામાં નથી.
એકાએક કોઈ એમની પાસે બેસી કપાળ પર એમના કોમળ હાથોની માલિશ અને આંગળીઓથી વાળ ઓળવી રહ્યા હોય છે એવી જાણીતી વ્યક્તિની સુગંધ એમની પાસેથી છેલ્લા છ-એક મહિનાથી ગુમ હતી. આંખો બંધ હોવાને કારણે એમને જોઈ ના શક્યાં. થોડીક વારમાં દુખાવો ઓછો થયો અને થાક પણ ઉતરી ગયો. કઈ ઘડીએ સુઈ ગયા અમનભાઈ એમને જ ખબર ના પડી
અડધી રાતે અચાનક જબકી ગયા અને રડવા લાગ્યા. એમના માથા પર હાથ ફરતો હતો એમની ગુજરી ગયેલ દાદીનો હતો. માત્ર એમના વિચારોમાં આવવાથી જો આ દુઃખ દૂર થઈ ગયું તો એમની જિંદગીમાં સાથે રહેવાનું કેવું સુખ હશે.....!?
.✍️...pavan
IG - @darpokdil