નવા_દુઃખો૧૦#સીઝન૨
હું, વાઘ ને સ્માર્ટ ફોન
શુું કરવું આ મારા દુઃખો નું ?રહી રહી ને મને ખ્યાલ આવ્યો છે કે હું છું જ એટલી ક્યૂટ ને કે દુઃખો ને હું ગમી ગઈ લાગું છું. તો કઈ રીતે પીછો છોડાવું ? આ વાઘ ક્યાં ગયો ? કેટલા દિવસ થી જોયો નથી. ઇદ નો ચાંદ થઈ ગયો છે. લો એ પ્રાણી છે અને એને માનવ જાત માં પણ ઘુસવું છે ને ઉપર આકાશ માં પણ ઘૂસણખોરી ? તું નેતા બન, સફળ થઈશ.
લો યાદ કર્યો ને અે દૂર દેખાયો. હાથ માં ફોન લઇ મચડતો બેઠો છે. લે આને આધાર કાર્ડ હતું નહીં ને સીમ કોણે અપાવ્યું ? મને જોઈ ને દડબડ દોડતોક આવી ને કહે કે મને ફોન કરતાં શીખવાડો.મારે મારા મિત્રો સાથે જંગલ માં વાત કરવી છે. લે, આ ને પણ મનુષ્ય જાતિ ની જેમ ઘર પરિવાર પહેલાં મિત્રો જ યાદ આવ્યાં છે.
સીમ કોણે અપાવ્યું ? તો કહે " ખુલ જા સીમ સીમ બોલવાનું ? " મેં કહ્યું ના, શાંતિ રાખ. જો તને શીખવું. સ્માર્ટ ફોન છે તારી પાસે, તો તને સ્માર્ટ બનાવી જ દઉં. એમ કહી ડાયલ કરતાં બતાવ્યું.
એના મોટાં પંજા ના લીધે બીજે ક્યાંક ફોન લાગી ગયો છે ને સામે એની વાઘણ તાડૂકી, ક્યાં છો અત્યારે, ઘર બાર મૂકી ને કેટલા સમય થી જતાં રહ્યાં છો..જલ્દી પાછા આવો.. નહિતર...
ફોન ઉછાળી ને વાઘ લાગલો જ બેઠો થઈ ને દોડવા લાગ્યો. એના ચેહરા પર ડર ના ભાવ છે. ઘડીકમાં જ
વાઘ માં થી મીંદડી થઈ ગયો છે.
પહેલું દુઃખ એનું છે કે મનુષ્ય હોય કે પ્રાણી , બધે જ આવું ? હળાહળ અન્યાય !! અને બીજું અે કે એને વોટ્સએપ શિખવાડવાનું તો રહી જ ગયું !