માણસ છીએ એટલે દુઃખ પહોંચે
છેતરાયાની લાગણી થાય,
ગુસ્સો પણ આવે
સજા કરવાની ઈચ્છા પણ થાય,
આ બધું સ્વાભાવિક છે
પરંતુ ક્યારેક એ સબંધ અગત્યનો હતો,
એ સબંધમા છલોછલ પ્રેમ હતો
તો પછી એ સબંધનું મહત્વ અને સ્મૃતિને,
ગાંઠે બાંધીને ચાલી નીકળવું વધુ યોગ્ય નથી.
- કાઝલ ઓઝા વૈદ્ય