"બચી" (ચુંબન)
લેખક : દશરથ પંચાલ
હું થયો બુઢો ને ઈ થઈ બુઢી,
એક દિ' અમને ચાનક ચઢી.
બોખા મોઢે અમે બચી કરી,
ઢળતી વયે અમે રૂચિ કરી!
અઢળક સ્મૃતિ તાજી કરી,
મબલખ હેતની લ્હાણી કરી!
તડકી છાંયડી સાથમાં સહી,
પરસ્પર સ્નેહે જિંદગી વહી.
હુતા-હુતીએ આપવીતી કહી,
મોસમ આખી મઘમઘી રહી!