Gujarati Quote in Blog by Umesh Tamse

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગીને કોઇ તો હરદમ લખે છે,
એય સાધારણ નહીં, મોઘમ લખે છે.

જાતને જાણી શકે સૌથી વધારે,
એટલે તો એ ગઝલ કાયમ લખે છે.

દર્દનાં બહુ ઘૂંટડા પીધા છે એણે,
એ ગમે તે પણ લખે મક્કમ લખે છે.

એ ભલે ના પ્રેમ કરતો હોય સૌને,
પ્રેમની વાતો છતાં વાલમ લખે છે.

ઈશ આપે છે વિષય સૌને પ્રણયનો,
હુંપણાંનો લેખ તો આદમ લખે છે.

-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Gujarati Blog by Umesh Tamse : 111198433
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now