એકલો છું....
એકલો છું, તું આવ નહીંતર, એકલો છું....
હા, મિત્રો કહી શકાય ઘણાં છે એવા,
મળે છે એમનું મન થાય, તેવાં..
લાગણીઓના પૂરમાં મૂરખ લેખાઉં છું...
કદાચ એટલે જ,
એકલો છું, તું આવ નહીંતર, એકલો છું...
તારી જ યાદ, તારા જ સ્મરણ, તારી જ વાતો ને તારા જ ચરણ,
સૂરજ તો રોજ ઊગે છે, પણ મારે તો રોજ ઘરણ.
એક દિવસ સપનાનો સૂરજ ઊગશે જરૂર,
પણ ત્યાં સુધી,
એકલો છું, તું આવ નહીંતર, એકલો છું...
તું ને હું મળ્યાને સમય થઈ ગ્યો ઘણો,
વાગોળ્યા કરીએ હંમેશા આપણી જૂની પળો,
તું આવ તો નવા સ્મરણ બનાવીએ,
સપનાના સૂરજ ને કદી ના આથમાવીએ,
પ્રયત્ન કરજે જરા કે જલ્દી અવાય,
કેમ કે યાર એકલો છું,
તું આવ, નહીંતર એકલો જ છું....
- ધર્મેશ જોષી
- જામનગર