Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

......( ભાગ -૨ ---> "સૂક્ષ્મ શરીર" ).....

सूक्ष्मशरीरं किम् ?

अपंचीकृत पंचमहाभूतैः कृतं सत्कर्मजन्यं

सुखदुःखादि भोगसाधनं,

पंचज्ञानेन्द्रियाणि, पंचकर्मेन्द्रियाणि, पंचप्राणादयः

मनश्चैकं बुद्धिश्चैका एवं सप्तदशकलाभिः सह

यत्तिष्ठति तत्सूक्ष्मशरीरम् ।

સૂક્ષ્મશરીરં કિમ્ ?

અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતં સત્કર્મજન્યં

સુખદુઃખાદિ ભોગસાધનં,

પંચજ્ઞાનેન્દ્રિયાણિ, પંચકર્મેન્દ્રિયાણિ, પંચપ્રાણાદયઃ

મનશ્ચૈકં બુદ્ધિશ્ચૈકા એવં સપ્તદશકલાભિઃ સહ

યત્તિષ્ઠતિ તત્સૂક્ષ્મશરીરમ્ ।

 

[ભાવાર્થ]

સૂક્ષ્મ શરીર શું છે?

અપંચીકૃત પંચમહાભૂતોથી નિર્મિત સત્કર્મના ફળ સ્વરૂપે ઉત્પન્ન અને સુખ-દુઃખ ભોગવવાનું સાધન સૂક્ષ્મ શરીર છે. આમાં પાંચ જ્ઞાનેન્દ્રિય,પાંચ કર્મેન્દ્રિય,પાંચ પ્રાણ અને મન-બુદ્ધિ એમ સત્તર કળાઓ અથવા અંગ છે.

 

[વ્યાખ્યા]

સૂક્ષ્મ શરીરનો વાસ સ્થૂલ શરીરમાં છે.સૂક્ષ્મ શરીર અપંચીકૃત પંચમહાભૂતોથી નિર્મિત હોવાને કારણે સૂક્ષ્મ છે અને ભૌતિક હોવાને કારણે જડ પણ છે.આમાં ભાસિત થતી ચેતના એની પોતાની નથી.

 

આની રચના પૂર્વ જન્મમાં કરવામાં આવેલ કર્મોને કારણે થાય છે.સત્કર્મોનું ફળ ભોગવવા માટે આ એક સાધન છે. પુણ્ય કર્મ સાથે પાપ કર્મ પણ થાય છે.તેથી આ શરીર દ્વારા સુખ અને દુઃખ એમ બન્ને ભોગવવા પડે છે.ધ્યાન રહે,સ્થૂલ શરીર ભોગનું આયતન (ભવન કે કક્ષ) છે,અને સૂક્ષ્મ શરીર ભોગનું સાધન (ઉપકરણ) છે.

 

સૂક્ષ્મ શરીરમાં ઇન્દ્રિય,પ્રાણ અને મન-બુદ્ધિનો સમાવેશ થાય છે.આને સ્થૂલ શરીરથી પૃથક સમજવું જોઇએ. સ્થૂલ શરીરમાં એના ગોલક કે ઠેકાણા હોય છે,જ્યાં સ્થિત રહીને શરીરને ચલાવે છે.

 

श्रोत्रं त्वक् चक्षुः रसनाघ्राणम् इति पंच ज्ञानेन्द्रियाणि ।

શ્રોત્રં ત્વક્ ચક્ષુઃ રસનાઘ્રાણમ્ ઇતિ પંચ જ્ઞાનેન્દ્રિયાણિ ।

 

[ભાવાર્થ]

કાન,ત્વચા,નેત્ર,જિહવા અને નાસિકા -આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે.

 

[વ્યાખ્યા]

કર્ણ આદિ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી બાહ્ય જગતનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.તેથી એને જ્ઞાનેન્દ્રિય કહે છે.જ્ઞાનેન્દ્રિય સૂક્ષ્મ સ્વરૂપ છે.સ્થૂલ શરીરના ગોલકોમાં એનો વાસ હોય છે.આ બધી ઇન્દ્રિયોના એક-એક દેવતા છે.

 

श्रोत्रस्य दिग्देवता,त्वचो वायुः,चक्षुषःसूर्यः,

रसनाया वरुणा,घ्राणस्य अश्विनौ,

इति ज्ञानेन्द्रिय देवताः ।

શ્રોત્રસ્ય દિગ્દેવતા,ત્વચો વાયુઃ, ચક્ષુષઃ સૂર્યઃ,

રસનાયા વરુણા,ઘ્રાણસ્ય અશ્વિનૌ,

ઇતિ જ્ઞાનેન્દ્રિય દેવતાઃ ।

 

[ભાવાર્થ]

કાનના દેવતા દિક્ (આકાશ),ત્વચાના વાયુ,ચક્ષુના સૂર્ય, જિહવાના વરુણ અને નાસિકાના અશ્વિનીકુમાર છે.આ જ્ઞાનેન્દ્રિયોના દેવતા છે.

 

[વ્યાખ્યા]

દેવતા દ્યોતન(ઉજ્જવળ બનાવનાર)કરવાવાળી શક્તિઓ છે.ઈશ્વર સમસ્ત જગતના નિયંતા છે.ઇશ્વરના અંશભૂત દેવતા ઇશ્વરની આધીન રહીને જગત અને જીવો પર પ્રાકૃતિક નિયમો અનુસાર નિયંત્રણ રાખે છે.આ દેવતા આપણી અંદર વ્યષ્ટિ રૂપમાં અને બાહ્ય જગતમાં સમષ્ટિ રૂપમાં પ્રકૃતિના કોઈ વિશેષ નિયમોનું સંચાલન કરે છે. દેવતા ત્યાંના અધિષ્ઠાતા(નિયામક)હોય છે.

 

ઉદાહરણના રૂપમાં:-
(૧)સ્થૂલ શરીરના કાન અને છિદ્ર આદિ જડ ગોલક છે,(૨)એમાં સ્થિત ક્રિયા શક્તિ પ્રાણ છે,જેના દ્વારા શબ્દ તરંગો કાનના પરદાથી મસ્તિષ્ક સુધી પહોંચે છે,અને (૩)એમાં વિદ્યમાન રહેવા વાળુ ચેતન તત્ત્વ જ પ્રાણ,શબ્દ અને શરીર(કાન)ની ઉપાધિથી દેવતા છે.આ બધાની સહાયતાથી આપણે શબ્દ ગ્રહણ કરીએ છીએ.કાનના દેવતા દિક્ (આકાશ)છે.બહાર સમસ્ત આકાશમાં વ્યાપ્ત ચૈતન્ય આકાશની ઉપાધિ ધારણ કરી દિક્ દેવતા છે.એનો જ અંશ કાનમાં સ્થિત થઈને આપણને શબ્દ સાંભળવામાં મદદ કરે છે.આજ નિયમ અન્ય ઇન્દ્રીયો સાથે સમજવો.

 

श्रोत्रस्य विषयः शब्दग्रहणं ।

त्वचो विषयः स्पर्शग्रहणं ।

चक्षुषो विषयः रूप ग्रहणम् ।

रसनाया विषयः रसग्रहणम् ।

घ्राणस्य विषयः गंधग्रहणम् इति ।

શ્રોત્રસ્ય વિષયઃશબ્દગ્રહણં ।

ત્વચો વિષયઃસ્પર્શગ્રહણં ।

ચક્ષુષો વિષયઃરૂપ ગ્રહણમ્ ।

રસનાયા વિષયઃરસગ્રહણમ્ ।

ઘ્રાણસ્ય વિષયઃગંધગ્રહણમ્ ઇતિ ।

 

[ભાવાર્થ]

કાનનો વિષય શબ્દ ગ્રહણ,ત્વચાનો વિષય સ્પર્શ ગ્રહણ, ચક્ષુનો વિષય રૂપ ગ્રહણ,જિહવાનો વિષય રસ ગ્રહણ અને નાકનો વિષય ગંધ ગ્રહણ છે.

 

[વ્યાખ્યા]

બધી ઇન્દ્રિયોના કાર્યક્ષેત્ર વહેચાયેલા છે.તે પોતાના ક્ષેત્રમાં જ કાર્ય કરે છે.આથી પાંચ જ્ઞાનેન્દ્રિયોના વિષય ક્ષેત્રો પણ પાંચ છે.શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ-આ પાંચ વિષયો છે. ઇન્દ્રિયો આ વિષયોને મસ્તિષ્ક સુધી પહોંચાડે છે અને ત્યાંથી તે વિષયો મન અને બુદ્ધિ સુધી પહોંચે છે.

(.....ક્રમશ: ...)

Gujarati Motivational by Kamlesh : 111193403
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now