Gujarati Quote in Thought by Artisoni

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?આરતીસોની?

*પર્યાવરણ*

ચારે બાજુ કોંક્રિટના બિલ્ડિંગોથી ઘેરાયેલાં અને વાહનોનો બેફામ વધારો શહેરોમાં ગ્લોબલ વોર્મિંગ મુદ્દો શું છે એને સમજવા માટે સમાજમાં જાગરૂકતા લાવવી જરૂરી છે.. પર્યાવરણની સુરક્ષા કરવી આપણી નૈતિક ફરજ તો ખરી જ પરંતુ આપણી જવાબદારી પણ બને છે.
પ્રદૂષણની સમસ્યા એટલી ગંભીર છે કે આપણે સામાન્ય નાગરિકોની પણ પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ કેળવવાની જરૂર છે. નહીંતર પર્યાવરણની સમતુલા ખોરવાઈ જવાની શક્યતાઓ છે. ઈશ્વરની ભેટ સમાન કુદરતી સત્વિક તત્વોથી ભરપૂર સંપત્તિનો ધ્યાન પૂર્વક, સમજદારીથી અને કરકસર પૂર્વક ઉપયોગ કરીશું તો ભવિષ્યમાં કુદરતી આફતોનો સામનો કરવાનો વખત નહીં આવે.
પર્યાવરણને ભરખી જતાં અને દાનવ સમા પ્રદૂષણનો જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. પર્યાવરણ રુંધાઈને ભડથું થાય એ પહેલાં નુકસાનકારક હોય એવા કેમિકલ્સનો, પ્લાસ્ટિક બેગનો અણધડ ઉપયોગ ન કરતા કુદરતી સંપત્તિનો ઇકો ફ્રેન્ડલી દ્વારા સમજદારીથી કરેલો ઉપયોગ પર્યાવરણને બચાવવામાં મદદ થશે.
આકાશેથી ઓકાતા પ્રકોપથી બચવાનો પણ સહેલો અને સરળ ઉપાય છે વૃક્ષો, પાણી, હવા..ને પ્રદૂષણ મુક્ત રાખીએ.
વૃક્ષોનું થતું વિચ્છેદન..
પાણીનો થતો દુર્વ્યય..
વાહનો દ્વારા હવામાં ફેલાતું પ્રદૂષણ અટકાવવું આપણા હાથમાં છે.
જીવાદોરી સમાન શ્વસનતંત્રને આબાદ બચાવી શકીએ છીએ..
આપણે જ ભૂલી ગયાં છીએ આપણાં પ્રકૃતિનાં ઋતુચક્રને.!! એ કુદરતની અમૂલ્ય ભેટને.! નદી, સરોવર અને સમુદ્રમાં ઠલવાતો કચરો શું રોકી ન શકીએ.? સમાજ જાગૃત થઈ આગળ આવે તો જ આપણે પર્યાવરણની જાણવળીનો યક્ષપ્રશ્ન ઉકેશી શકીએ. આ ગંભીર યક્ષપ્રશ્ન માટે કેવળ સરકાર કે સરકારી તંત્ર જ નહિ આપણે પણ પર્યાવરણની સુરક્ષા માટે એટલો જ સાથ સહકાર આપવો જોઈએ.
અને પર્યાવરણની સુરક્ષાની આપણાંથી જ પહેલ કરી એ તો કેવું રહેશે..!
આડેધડ કપાતા વૃક્ષોને ચાલો આપણે જ બચાવીએ તો! આપણાં ઘરની આજુબાજુ ખુલ્લી જગ્યામાં વૃક્ષનું એક બીજ રોપીએ! જે સમય જતાં એ એક ઘટાદાર વૃક્ષ બનશે. એ આપણી આવનારી પેઢીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે જ...
શાકભાજીના કચરાને ફેંકી ન દેતાં એને ક્યારામાં નાખવાથી ખાતર બનશે અને માટી ફળદ્રુપ થશે..
પાણીનો થતો વ્યર્થ વ્યય આપણા ઘરેથી જ અટકાવીએ તો! કપડાં અને વાસણ સાફ કરવામાં સમજણથી પાણીનો ઉપયોગ કરીશું તો પાણીનો ખોટો વ્યય અટકશે..
વિજળી અને વાહનનો ઉપયોગ સમજણપૂર્વક કરીશું તો વાતાવરણમાં ફેલાતું પ્રદૂષણ નિયંત્રણ થશે. વીજળી કન્ઝ્યુમ કરતી હોય તેવી ઇલેક્ટ્રિક વસ્તુઓ ખરીદવી. જ્યાં વીજળીનો બિનજરૂરી વપરાશ કરી વિજળીનો વ્યર્થ વ્યય અટકાવવો આપણાં હાથમાં જ છે.. જ્યાં પગપાળા ચાલીને જઈ શકાય તેમ હોય ત્યાં વાહનનો ઉપયોગ ટાળી શકાય છે એ આપણા હાથમાં જ છે..
ઇકોફ્રેન્ડલી કાગળની બેગનો વપરાશ વધારી, પ્લાસ્ટિક બેગનો અણધડ ઉપયોગ ટાળી શકાય છે..©
-અસ્તુ
-આરતીસોની©રુહાના.!
અમદાવાદ...

Gujarati Thought by Artisoni : 111192852
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now