વેદના ને વાચા આપું કોક કવિતા થી,
પણ ક્યાંક શબ્દો જાળું થયા ની બીક !
નિશા ના તમસ ને આરપાર વિંધુ
પણ ક્યાંક અજવાળું થયા ની બીક !!
યાદો નો પુલ વટાવી ને આવું તારી પાસે,
પણ ક્યાંક ગરનાળું નડ્યા ની બીક!
કડવાશ ને ધરબી દઉં હ્રદયને ભીતર ,
પણ ક્યાંક દિલ આળું થયા ની બીક !!