થઈ શું રહ્યું છે આ જગ માં મારા
પ્રાણીઓ તો છે આપણા સૌ ના પ્યારા
ગૌ હત્યા જેવા પાપ થાય આ જગ માં
હે કૃષ્ણ શું વસો છો આપ આ જગ માં
ગાયો નો ગોવાળિયો પડ્યો છે ધંધા માં
દૂધ, દહીં વેચે છે એ બજાર માં
કદર નથી કરતો ગાયો ની તેના વાડા માં
રઝળતી મૂકે છે ખુલ્લા રસ્તાઓ માં
પ્રેમ શું ખલ્લાસ થઈ ગયો આ સંસાર માં??
જવાબ માંગે છે સૌ ભક્તો તારા
કૃપા કર પરમ કૃપાળુ પરમાત્મા
આજે નિશ્ચય કાર પાપીઓ ના પાપ નો
અન્યાય ફેલાયો છે આખા સંસાર માં
વિનંતી કરું છું તને પરમાત્મા
આજે ન્યાય કર તું અમ્મર સંસાર માં