પ્રેમ એટલે તું અને હું...
પ્રેમ એટલે તું થી હું અને હું થી આપણે વચ્ચે નો સમય..
પ્રેમ એટલે પરોઢ નું પહેલું કિરણ..અને શમણાંની
ઉગેલી સવાર..
પ્રેમ એટલે સંધ્યાનું સોનેરી સોણલું..અને અમાસે ઉગેલો પૂનમનો ચાંદ...
પ્રેમ એટલે વિના વાદળનો વરસાદ..અને વસંતની મ્હોરતી પહેલી કુંપણ
પ્રેમ એટલે વિના સંવાદ સાંભળી લેવાની કળા..
અને હઝારો માઈલ દૂર બેઠેલી વ્યક્તિ ને સ્પર્શવાનો અહેસાસ...
પ્રેમ એટલે હળ હળ વહેતું પવિત્ર ઝરણું..તેમાં ગંદકીને કોઈ સ્થાન જ નાં હોય....
પ્રેમ એટલે નામ તારું લેતાં દિલ આખું લાગણીઓ થી છલકે ..અને દિલ આછું આછું સુવાસથી મ્હેકે
પ્રેમ એટલે ખુદાની કરેલી બંદગી અને ઈબાદત..