....#....એવી મારી પ્રિત....#....
સુંદર ઉપવનની મોહક હરણી,
ચિત્ત ચોરતી એ મૃગનયની, એવી મારી પ્રિત...
ઝાંખી ઝીલને જીવંત કરતી,
ફૂલ-કમળસી નાજૂક નમણી,એવી મારી પ્રિત...
કોરા આભને રંગે ભરતી,
ઇન્દ્રધનુષી છે સતરંગી,એવી મારી પ્રિત...
સૂકી સવારને અહ્લાદી કરતી,
ઓસબુંદના મોતી જાણે ,એવી મારી પ્રિત...
મધબપોરને સાંજ બનાવતી,
મોઘમ વડની શીતળ છાયા,એવી મારી પ્રિત...
અમાસી રાતને પૂનમ કરતી,
સોણલે શમણે હાઉકલી કરતી,એવી મારી પ્રિત...
મારી એકલાતામાં સાલસા કરતી,
કલ્પિત દુનિયાની સોણપરી,એવી મારી પ્રિત...