English Quote in Poem by Shaimee oza Lafj

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શાદ......

જ્યારે ધબકાર સાંભળું,
ત્યારે તુજ નામ સુણાય છે.

તે ઘડી યાદ કરું હું,
ત્યાં જ તો આંખો ભીની થાય છે.

તું નિશ્ચિત સમયે યાદ આવે તેમાં દમ,
તારી યાદ મને અંદર થી તોડી જાય છે.

શિયાળા માં ગરમી ની હુંફ,
ઉનાળા માં દિલ ની ઠંડક,
વરસતા વરસાદ ની માસુમતા નિહારું,
મને તુજ ચહેરા ની પ્રતિતિ થાય છે.

જ્યારે વૃક્ષ ની ઠંડક નીચે હોવું,
તે પવન દિલ ને ઠારે છે,ત્યારે,
તુજ પ્રેમ ની ઝંખના થાય છે.

વૃક્ષ ની ઘટા જોવું,પક્ષીઓ કલરવ કરે,
ત્યાં હું તારા સમણાં માં ખોવાઈ જાઉં છું.

માસુમ પંખી નો કલરવ,પ્રેમમાળા નું તણખલું,
ઉગતી પરોઢે જે સાદ સુણાય છે,તેમાં તુજ ને ઝંખું છું.

ચાંદ ને જેમ ચકોર નિહારે,
તેમ તુજને નિહારવા નેણ તરસે છે.

શૈમી ઓઝા" લબ્સ"

English Poem by Shaimee oza Lafj : 111185623
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now