મિત્રો નો આ મેળાપ તો જાણે પુરાણો કોઈ સંગમ...
આપણે સહુ મળ્યા જાણે વર્ષો ના વરસાદ બાદ...
સુ કહી શકીએ બસ આ યાદ ને આંખો માં કેદ કરી લઈએ..
જૂની આપણી યાદ માંથી ચાલો કોઈ વાત ને વાગીડીયે..
ફરી એ જ સ્મિત સાથે કેમ ભૂતકાળ માં ના જઈએ???
ફરી એ નોટ હું ખોલી દઉં...
વચ્ચે થી એક સુકાયેલ ગુલાબ ને જોઈ લઈએ...
ચાલો ને પાછા જુના વર્ગ માં જઈએ...
હાથ નો એક સ્પર્શ થી એ બેન્ચ પર હાથ મૂકીએ...
મારે એજ કાળા પાટિયા સામે બેસવું છે...
જો જો હો અવાજ ના થાય....શિક્ષક વીફરે એ કામ ના થાય...
રીશેષ પડે એટલે દોડીયે....
અહીં તહીં કૂદી મસ્તી કરી લઉં...
વર્ગ બહાર પડતા એ ઝરમર વરસતા વરસાદ ને જોઈ લઉં...
નવી નક્કોર મારી આ પેન ને નોટ તને ગમાડી દઉં...
તુંય મારાં જેવું લાવે એ જોય ખુશ થાવ...
મારી એ ક્ષણ મને જો મળી જાય...
બધાં ને મિત્રો બસ બનાવી લઉં...
આંખો માં ઝગમગીયા આવી જાય...
માટે વાત ને અહીં દબાવી દઉં...
ચાલો ફરી આવીએ માટે ભેગા થઈએ...
એજ આશા એ ભેગા રહીએ...