કયાક નરસિં ક્યાંક મીરા છે
ભીતરે તારી કબીરા છે
તનનુ પીંજર તુટે તો સમજાય
જાત તારી સાવ લીરા છે
ભાગ્યરેખા માનતો હું જે
હાથમાં બે-ચાર ચીરા છે
આંખે તારી પ્રિતનું કાજલ
સ્મિતની હોઠે મદીરા છે
લઈ શું જાશો ને શું લાવ્યા'તા?
જીવ તો ફકકડ ફકીરા છે
હોવું ઈશ્વરનુ એ શું સમજે
લોક પાગલ ને અધીરા છે