માનો ય ન માનો, મને એ જ વાતની ખીજ છે,,,
એમને એ જરાય ખબર નથી એઓ શું ચીજ છે..
સાચવીને કદમ માંડવા પડે છે રાહ-એ-ઇશ્ક પર,,
લપસી પડવાની અહીં તો બધી જ તજવીજ છે..
ચેતીને એમની નજર સાથે નજર મેળવવી રહી,,,
એમની નજરમાં સતત ચમકારા કરતી વિજ છે...
કદી તો એ જરૂર પાંગરશે અને મહેકશે પણ ખરું,,,
એમના દિલમાં ઊંડે ઊંડે મેં રોપેલ પ્રેમ બીજ છે...
મારી આસપાસ હરદમ રહેતી આ ઉદાસી શું છે?
મારી સેવામાં એમણે મોકલાવેલ એક કનીઝ છે...
વાત દિલની માની જિંદગીભર પસ્તાવાનું થયું,,,
છે મુઠ્ઠી જેવું દિલ પણ સાલું બડું બદતમીજ છે...
જરાક નિગાહ-એ-કરમ અને પછી લખલૂટ ભરમ,,,
એમણે આપેલ છે એથી હર જખમ બહુ અઝીઝ છે....
ન આર થઈ શક્યો, ન પાર થઈ શક્યો "પ્રવિણ,,
કદી ન ઓળંગી શક્યો એ, આ કેવી દહલીઝ છે?