ખૂબજ સરસ ગણિત છે દોસ્ત !
વસ્તુ હોય કે સંબંધ..
વિકલ્પ વધે એટલે
કિંમત આપોઆપ ઘટતી જાય છે!
કુદરતે બે જ માર્ગ રાખ્યા છે.
કાં તો આપીને જાવ,
નહીં તો મુકીને જાવ,
સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી.
પણ માણસ માનવા જ તૈયાર નથી!
માણસે સમજાવ્યું કે
સમય બદલાઈ જાય છે,
પછી સમયે મને સમજાવ્યું કે
માણસ પણ બદલાઈ જાય છે !!