Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખા ભારત દેશની જનતાએ સાથે મળીને એક નિર્ણય લીધો અને આપણને મળી ગયા એક એવા વડાપ્રધાન જેનામાં આપણને શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે એ આ દેશની પ્રગતિ થાય, આપણા સૌનો વિકાસ થાય એવા કાર્ય કરશે!

શ્રી નરેન્દ્ર મોદી ચોક્કસ પણે એ પ્રયાસ કરી જ રહ્યા છે પણ મને એમ થાય કે એમના એકલાના કાર્ય કરવાથી આ શક્ય બનશે ખરું? જ્યાં સુધી આપણે સૌ સમજી, વિચારીને એમને સાથ નહિ આપીએ, આ દેશના નિયમો, કાનૂન, વગેરે નહિ માનીએ ત્યાં સુધી એ થઈ શકે ખરું?

જો તમે એમ માનતા હો કે આપણે વૉટ આપી દિધો, એક સક્ષમ માણસના હાથમાં સત્તા સોંપી દીધી પત્યું, હવે એમને જે કરવું હોય એ કરે... આપણે તો બસ બેઠા બેઠા સપના જ જોવા છે સ્વચ્છ ભારતના, જાતિ મુક્ત ભારતના, ધર્મ મુક્ત ભારતના, ભ્રષ્ટાચાર મુક્ત ભારતના, વિકસિત ભારતના... તો એ સપના સપના જ રહી જવાના!

કોઇની નવો કલર કરાવેલી દીવાલ જોઇને તમને એના પર થુંકવાની ઈચ્છા થઈ આવતી હોય, જાહેર માર્ગોના છેડા પર કોઈ જાતની શરમ વગર તમે પેશાબ કરી શકતા હો, તમારા ઘરની દીકરી સિવાય બીજી બધી નારી શક્તિ ને એક આઇટમ તરીકે જ જોતા હો, કોઈને છેતરીને વધારે રૂપિયા પડાવી લેવાના ને જ તમે હોંશિયારી માનતા હો, જે જગ્યાએ તમે રહેતા હો ત્યાં તમારી આસપાસના લોકોનો વિકાસ તમે સહી ના શકતા હો અને સતત એમને નીચે લાવવા જ કાર્યરત રહેતાં હો, થોડાંક રૂપિયા જોઈને જ તમારું ઇમાન ડગુમગુ થઈ જતું હોય... તો માફ કરશો અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે રાત દિવસ મોદીજી કામ કરે તો પણ આ દેશનું ભલું નહીં થઈ શકે!

અબ તો સુધર જાઓ યાર..! જેના હાથમાં સત્તા સોંપી છે એની પાસે કોઈ જાદુઈ લાકડી નથી જે ફેરવીને રાતોરાત દેશને બદલી દેશે... સપોર્ટ નરેન્દ્ર મોદી, એમની વાતો સાંભળીને ફક્ત તાળીઓ ના વગાડો... એવું કામ પણ કરી બતાવો ?

મને ગર્વ છે હું ભારતિય છું!
©Niyati Kapadia

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111180050

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now